SnatchApp એ એક નિ:શુલ્ક મેસેજિંગ અને કૉલિંગ એપ્લિકેશન છે જે ઇન્ટરનેટ કનેક્શન દ્વારા વિશ્વભરમાં સુરક્ષિત રીતે વાતચીત કરવા માટે લોકો અને વ્યવસાયોને પરવાનગી આપે છે.
તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજીસ, ઝડપી વૉઇસ મેસેજીસ, ફોટાઓ, વિડીઓઝ, ડોક્યુમેન્ટ્સ, ઇમોજીસ, કૉલ્સ અને વિડીયો કૉલ્સ મોકલવા અને પ્રાપ્ત કરવાની એક સરળ અને સુરક્ષિત રીત છે.
SnatchApp ખાતે અમારો ધ્યેય સરળ છે: લોકોને જે લોકો તેમના માટે કાળજી લેતા હોય તેમની સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરવી. એ ધ્યેયનું ઈચ્છિત પરિણામ લાવવાના હેતુથી અમે એક ઉત્પાદન બનાવ્યું જે નિ:શુલ્ક, સુરક્ષિત, વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. તમે એક જ સમયે તમારા તમામ ઉપકરણોથી તમારા સંદેશાઓને પણ ઍક્સેસ કરી શકો છો.
SnatchApp ચેટબોક્ષને પણ સાંકળે છે અને વિશ્વના લગભગ દરેક દેશમાં અબો સંદેશાઓને ગોપનીય અને સુરક્ષિત રીતે વિનિમય કરવા માટેની પરવાનગી આપે છે.
SnatchApp 53 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
SNATCHAPP નો ઉપયોગ શા માટે:
• નિ:શુલ્ક વૉઇસ અને વિડિઓ એન્ક્રિપ્ટેડ કૉલ્સ: મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા માટે તમારા પીસી અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરો, ભલે તે બીજા દેશમાં હોય. SnatchApp તમારા સેલ્યુલર પ્લાનની વૉઇસ મિનિટને બદલે તમારા ફોનના ઇન્ટરનેટ કનેક્શન (4G/3G/2G/ EDGE અથવા Wi-Fi, જે ઉપલબ્ધ હોય) નો ઉપયોગ કરે છે, તેથી તમારે દરેક મેસેજ અથવા કૉલ માટે ચૂકવણી કરવાની જરૂર રહેતી નથી. (નોંધ: Wi-Fi પર કૉલ્સ નિ:શુલ્ક છે. સ્ટાન્ડર્ડ ડેટા ચાર્જીસ લાગુ થઈ શકે છે).
• સુરક્ષિત મેસેજિંગ અને વિશ્વસનીય સંપર્કો: બધા સંદેશાઓ અને કૉલ્સને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે સુરક્ષિત કરેલા છે. તમે યોગ્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છો તેની ખાતરી કરવા માટે તમારા સંપર્કો સાથે તમારા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષાને ચકાસો.
• ગ્રુપ ચેટ અને કૉલ્સ: તમારા માટે મહત્વપૂર્ણ લોકોના સમૂહો સાથે સંપર્કમાં રહેવા માટે SnatchApp નો ઉપયોગ કરો. સમૂહ કૉલ કરો. સમૂહ શેરીંગમાં મોટા વિડિઓઝ, ટેક્સ્ટ, કોઈપણ પ્રકારનાં દસ્તાવેજ, ફોટાઓ, ઑડિઓ, સ્થાન સંદેશાઓ અને વધુનો આનંદ માણો.
• SnatchApp વેબ: SnatchApp તમારા વેબ બ્રાઉઝરમાં પણ ઉપલબ્ધ છે.
https://web.snatchapp.me
• બોટ્સ માટે પસંદ કરેલી ચેનલ: જો તમે ચેટબૉટ બનાવવાનો અને અમલીકરણનો વિચાર કરી રહ્યા હોવ, તો તમે SnatchApp ની ખાનગી અને સુરક્ષિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા બૉટને યોગ્ય રીતે ગોઠવી, પરીક્ષણ અને ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો.
•વાસ્તવિક સમય સ્થાન: તમે ક્યાં છો તે અન્યોને જણાવવાને બદલે, કોઇપણ વાતચીતમાં નકશાને સંકલિત કરવા માટે વાસ્તવિક સમય સ્થાન શેરિંગનો ઉપયોગ કરો.
• તમારા અવાજને બદલો: તમે વસ્તુઓમાં વધુ મસાલો ઉમેરી તમે જેને પ્રેમ કરતા હોવ તેને આશ્ચર્યચકિત કરવા માંગો છો? SnatchApp તમારા અવાજની પિચ (ઝીણો-જાડો) બદલવામાં મદદ કરે છે. તમારા સુધારેલા અવાજને સાંભળીને આનંદ માણો!
સુરક્ષા:
• સુરક્ષિત: SnatchApp નાં તમામ સંદેશાઓ 256-બીટ-સપ્રમાણ AES એન્ક્રિપ્શન, 2048-બીટ RSA એન્ક્રિપ્શન અને પ્રત્યેક વાતચીત માટે સલામત કી એક્સચેન્જનો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ કરવામાં આવેલ છે. SnatchApp દ્વારા મોકલેલા કોઈપણ સંદેશાઓને અમે વાંચી શકતા નથી. SnatchApp દ્વારા તમે મોકલેલા સંદેશાઓ અને મીડિયા ફાઇલોની માલિકી અમે ધરાવતા નથી.
• શ્રેડર: તમારા ઉપકરણમાંથી તમારા સંદેશાઓમાંથી અને ચિત્રોથી લઇ વિડિઓ સુધીની તમામ સામગ્રી પછી ના મેળવી શકાય તે રીતે હટાવાય શકે છે.
• અદૃશ્ય સંદેશાઓને અક્ષમ/સક્ષમ કરવા: ડિફૉલ્ટ રૂપે, વાતચીતમાં મોકલેલા બધા સંદેશાઓ તેઓને જોવામાં આવ્યા પછી અદૃશ્ય થઈ જશે.
• ટાઈમર સેટ કરો: તમારા બધા સંદેશાઓ પર સમાપ્તિનો સમય ગોઠવો.
• સુરક્ષિતપણે જોડાવ: તમારી એડ્રેસ બુક હંમેશા ખાનગી રહેશે અને ક્યારેય અમારા સર્વર્સ પર સંગ્રહિત થશે નહીં. ફ્રેન્ડ ફાઇન્ડર માત્ર Google, Yahoo, Outlook, ઇમેઇલ, ફોન સાથે સંકલિત થશે.
• 100% નિ:શુલ્ક અને કોઈ એડ્સ નથી: SnatchApp નિ:શુલ્ક છે અને અનિશ્ચિત મુદત માટે નિ:શુલ્ક રહેશે.
---------------------------------------------------------
SnatchApp વિશે વધુ માહિતી માટે, અમારી સત્તાવાર વેબસાઇટ તપાસો.
http://snatchapp.me