WhatsApp from Meta 100% ફ્રી મેસેજિંગ ઍપ છે. 180થી વધુ દેશોમાં 200 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. આ ઍપ સરળ, ભરોસાપાત્ર અને પ્રાઇવેટ છે, જેથી તમે સરળતાથી તમારા મિત્રો અને કુટુંબ સાથે સંપર્કમાં રહી શકો. WhatsApp માટે કોઈ સબ્સ્ક્રિપ્શન ફી* નથી, WhatsApp ધીમા ઇન્ટરનેટ કનેક્શન પર પણ મોબાઇલ અને ડેસ્કટોપ પર કામ કરે છે.
દુનિયાભરમાં પ્રાઇવેટ મેસેજ મોકલવાની સુવિધા
મિત્રો કે કુટુંબીજનો સાથેના તમારા પર્સનલ મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે. તમે જેની સાથે ચેટ કરો છો તે સિવાયની કોઈ પણ વ્યક્તિ તેને વાંચી કે સાંભળી શકશે નહિ, WhatsApp પણ નહિ.
*ઇન્ટરનેટનો ચાર્જ લાગી શકે છે. વધુ માહિતી માટે તમને નેટવર્કની સેવા પૂરી પાડતી કંપનીનો સંપર્ક કરો.
---------------------------------------------------------
જો તમે કોઈ પ્રતિસાદ આપવા માગતા હો કે તમને કોઈ પ્રશ્ન હોય, તો WhatsApp > સેટિંગ > મદદ > અમારો સંપર્ક કરો પર જાઓ