AccuWeather નામની પસંદગી હળવાશથી કરવામાં આવી નથી. ખૂબ ચોક્કસ હવામાન આગાહીઓ તૈયાર કરવા માટેની ક્ષમતા અમે વિકસાવી છે, અમે બ્રાન્ડનો પણ વિકાસ કર્યો છે જ્યાં “AccuWeather” નામ અમારા અતિ મહત્વના ઉત્પાદઃ એક્યુરેટ વેધરને દર્શાવે છે. એક કંપની તરીકે, વિશ્વની શ્રેષ્ઠ અને હવામાન માહિતીના ખૂબ ચોક્કસ સ્ત્રોત તરીકેના અમારા નામને જાળવી રાખવા માટે પ્રત્યેક દિવસ અમે સખત મહેનત કરીએ છીએ.
દરરોજ, સમગ્ર વિશ્વમાં 1.5 બિલીયનથી વધુ લોકો AccuWeather પર આધાર રાખે છે જેથી તેમના જીવનોમાં આયોજન કરવામાં, તેમના વ્યવસાયોનું રક્ષણ કરવામાં, અને તેમના દિવસમાં વધુ કાર્ય કરવામાં મદદ કરી શકાય. કોઇપણ સરમાર અથવા ખાનગી હવામાન સ્ત્રોત કરતાં વધુ સ્થાનો માટે - સમગ્ર વિશ્વના તમામ સ્થાનો માટે Superior Accuracy™ સાથે 100 થી વધુ ભાષાઓ અને વિશિષ્ટ ભાષાઓમાં AccuWeather શ્રેષ્ઠ આગાહીઓ પૂરી પાડે છે.
તમારી ચોક્કસ શેરીના સરનામાં અથવા GPS સ્થાન માટે અતિ-સ્થાનિક આગામી બે કલાક માટે મિનિટ-પ્રતિ- મિનિટ કરાં પડવાની આગાહી માટે, AccuWeather MinuteCast® જેવી શ્રેષ્ઠ અને માલિકી સુવિધાઓ સહિત, હવામાન સમાચારો અને માહિતીમાં AccuWeather ખૂબ અદ્યતન માહિતી પૂરી પાડે છે. કરાં પડવાનું તમારા સ્થાનને કયારે અસર કરશે તેની શરૂઆત અને સમાપ્તિ સાથે કરા પડવાનો પ્રકાર અને તીવ્રતાના 120 મિનિટનો સાર આ સુવિધા રજુ કરે છે. MinuteCast®એ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, સ્વીડન, ડેન્માર્ડ, યુનાઇટેડ કિંગ્ડમ, આયર્લેન્ડ, જાપાન, ફ્રાન્સ, સ્પેન, જર્���ની, બેલ્જીયમ, એન્ડોરા, નોર્વે, ફિનલેન્ડ, ઇસ્ટોનીયા, સ્વીટઝર્લેન્ડ, નેધરલેન્ડ્સ, લક્ઝમબર્ગ, જીબ્રાલ્ટર, લૈચેન્સ્ટેન અને વૈશ્વિક સ્થાનોની વિકસતી સૂચિ માટે ખૂબ નજીકથી ઉપલબ્ધ છે.
AccuWeather ની હવામાન માહિતી સાથે હવામાન આગાહીમાં અદ્યતન માહિતી સાથે જોડાયેલ રહો જે તમારા દિવસના આયોજનમાં મદદરૂપ થશે. માહિતીમાં આ મુજબ સમાવેશ થાય છે:
• વર્તમાન સ્થિતિ હવામાન નિરીક્ષણો
• હવામાના આગાહી સાર અને વિગતો
• સ્થાનિક / ટૂંકા-ગાળાની દ્રશ્યમાન આગાહીઓ
• એનિમેટેડ રડાર અને સેટેલાઇટ ચિત્રો
• વિડિયોઝ
• વધુ
* માહિતીમાં સ્થાન મુજબ તફાવત છે.